એક છોકરો અને છોકરી બસ-સ્ટેન્ડ પર
એકબીજાની નજીક ઉભા હતા. ત્યાં સામે બાંકડા પર એક સીનીયર સીટીઝનનું ગ્રુપ બેઠું
હતું.
એક વડીલ બોલ્યા, “મને લાગે છે કે આ બંને
પતિ-પત્ની લાગે છે.”
બીજા વડીલ બોલ્યા, “અરે! છોકરીના ગળામાં મંગલસુત્ર નથી એટલે આ બંને એન્ગેજડ લાગે છે.”
ત્રીજા વડીલ બોલ્યા, “એ બંને વાત નથી કરતા મને લાગે છે કે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે ઝગડો થયો હોવો જોઈએ.”
ચોથા વડીલ બોલ્યા, “પ્રેમી-પ્રેમિકા જેવી કોઈ હરકત નથી કરતા, કદાચ ભાઈ-બહેન લાગે છે.”
પાંચવા વડીલથી તો ના રહેવાયું, એ તો સીધા પૂછવા જ ચાલ્યા.

પૂછીને એ વિલા મોઢે પાછા આવ્યા અને
બોલ્યા, “આ બંને તો એકબીજાને જાણતા પણ નથી, અને આપણે આંધળાઓ એ પણ ના
જોઈ શક્યા કે એ બંને નેત્રહીન છે.”
બોધ: જયારે મન નકારાત્મક વિચારે ત્યારે તો માણસે હકારાત્મક જ
બોલવું જોઈએ.....
- નિશાંક મોદી ‘સ્પર્શ:'