Sunday, September 23, 2018

લેખ: આપણે માણસો- ડબલ ઢોલકી

લેખ: આપણે માણસો- ડબલ ઢોલકી

લેખનું મથાણું થોડુંક વિચિત્ર લાગશે પણ આપણે માણસો આના કરતાં વધારે વિચિત્ર છીએ. હકીકતમાં આપણી જીવન જીવવાની રીતમાં કોઈ જ નક્કી થયેલા નિયમો, એથીક્સ, વિચારો છે જ નહીં આપણે પરિસ્થિતિ પ્રમાણે રંગ બદલીએ છીએ. શરૂઆત આપણે એ વસ્તુની બાળપણથી જ કરી દીધી તી, જ્યારે પાટીપેનનું સ્થાન પહેલા પેન્સિલે અને પછી શાહીવાળી પેને લઈ લીધું. ત્રણેયનું કામ જ્ઞાન આપવાનું જ હતું પણ બાળક ક્યારેય જાણી જ ન શક્યો કે આ બદલવાનું કારણ શું હતું. જે સ્લેટ પર એ એકડો ઘૂંટતા શીખ્યો એ વસ્તુ સમય બદલાતા વ્યર્થ ગણી છોડી દીધી, પછી નોટબુક અને હવે એનું સ્થાન મોબાઈલ/કોમ્યુટર કરે છે. આપણે દરેક માણસો સ્પ્લિટ પર્સનાલિટીમાં જીવએ છીએ અને એક સરખા કામમાં નિર્ણયો પરિસ્થિતિ મુજબ બદલીએ છીએ અને કોઈ પૂછે તો કહીએ દોસ્ત પ્રેક્ટિકલી વિચાર બીજી રીતે કહીએ તો સ્વાર્થનું જ વિચાર. આપણા વિચારો પણ આપણો જ ફાયદો જોવે છે અને નક્કી કરી લે છે અને જે નક્કી કરી લઈએ એને એ ઘડીએ સાચું જ માની લઈએ છીએ. ચાલો ઉદાહરણો જોઈએ.

જેન્ડર ઈકવિલિટી વર્ડથી કોઈ અજાણ નહિ હોય, કોઈ સ્ત્રી પર જુલમ થાય એટલે નિયમો જુદા અને પુરુષ પર જુલમ થાય તો નિયમો જુદા. જો આપણે જેન્ડર ઈકવિલિટીમાં માનતા હોઈએ તો નિયમો સરખા ન હોવા જોઈએ. કે પછી જેન્ડર ઈકવિલિટીમાં પણ એક ફૂડદી મૂકી ટર્મ એન્ડ કન્ડિશન રાખી છે. જેન્ડર ઈકવિલિટીનો મતલબ પહેલા જમાનામાં જ્યારે સ્ત્રીઓને ભણાવવા કે નોકરી કરવા દેવામાં ન આવતા હતા એના માટે થયો હતો અને આપણે પછી એ વર્ડને મારીમચોડી ગમે ત્યાં ફિટ કરી દીધો. મૂળ ધ્યેય ભુલાઈ ગયો અને વુમન એમ્પાવરમેન્ટ પર ચઢી ગયો. આ ઉદાહરણ કોઈ સ્ત્રીને નીચે લાવવા માટે નહીં પણ પુરૂષને સમોવડી રાખવા માટે છે, કારણ કે જો પુરુષ પણ સ્ત્રીની કમપેરમાં નીચે હશે તો એ કિસ્સાઓમાં પણ જેન્ડર ઈકવિલિટી વર્ડ ખોટો પડશે. ઉંડાણમાં જોઈએ તો આપણા બંધારણમાં પણ જેન્ડર ઈકવિલિટી ક્યાં છે નહિતર છોકરીની લગ્નની ઉંમર ઓછામાં ઓછી અઢાર અને પુરુષની એકવીસ કેમ? આ વિષય ડિબેટનો છે અને એમાં પણ આપણે જ પોતાનો પક્ષ બદલી દઈશું એ પણ કારણ આપી પરિસ્થિતિનું.

નોટબંધી વખતના બે કિસ્સા હજુય મને યાદ છે, જ્યારે હું પેટ્રોલ પુરાવા જતો ત્યારે પેલું ડિજિટલાઈઝેશન ચલણમાં હતું અને મોબાઈલની જુદી જુદી એપ્લિકેશનથી પેઇમેન્ટ ચાલુ હતું. ત્યારે મને વિચાર આવ્યો કે હવે મોબાઈલ રેડિએશન વગરના આવતા હશે કારણ કે નોટબંધી પહેલા તો પેટ્રોલપમ્પ પર મોબાઈલ પર વાત ટાળવાના બોર્ડ લાગ્યા તા. આમ જોઈએ તો બંને વાતમાંથી એક તો ખોટી જ છે ને પણ ના પરિસ્થિતિ બદલાઈ ગઈ તી અને એ જ રીતે પેટ્રોલપમ્પ અને આપણી માનસિકતા બન્ને. એ જ રીતે પહેલા આપણે એટીએમ માં કોઈ હોય તો બહાર ઉભા રહેતા અને આપણે અંદર હોઈએ તો બીજાને બહાર ઉભા રહેવાની વિનંતી કરતા પણ નોટબંધી વખતે ટોળેટોળા એટીએમમાં ગોઠવાઈ જતા. તો શું એ વખતે પિનની સિક્યુરિટી બ્રેક નતી થતી?

માણસો ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા છોકરાને બે રૂપિયા એટલે નથી આપતા કે એની આદત બગડી જાય. પણ કારમાં સિગરેટ પીવાની આદત સારી થોડી હોય. જે વ્યક્તિઓ પોતે પોતાની બગડેલી આદત સુધારી શકતા નથી એ બીજાની આદત બગડવાનો વિચાર કરે છે અને આપણા જેવા માણસો જ ફાઈવસ્ટારમાં સો બસોની ટીપ આપીએ છીએ કારણ એનું પાંચ દસ રૂપિયા એનું સ્ટાન્ડર્ડ નથી પણ અહીં આપણા મગજનું ડબલ સ્ટાન્ડર્ડ છે.

એકબાજુ આપણે આપણી સંસ્કૃતિ અને વારસા પર ગર્વ લઈએ છીએ અને બીજી બાજુ વૃદ્ધાશ્રમો ખોલીએ છીએ. વર્ષો પહેલા ગાંધીજીનો એક કિસ્સો ક્યાંક વાંચ્યો તો જે અતિ રસપ્રદ હતો. ગાંધીજીને એક વૃદ્ધાશ્રમના ઉદ્દઘાટન માટે આમંત્રણ મળ્યું તું અને ગાંધીજીએ જવાબમાં એવું કીધું તું કે હું ઉદ્દઘાટનમાં તો નહીં આવી શકું પરંતુ ક્યારેય બંધ થાય તો તાળું મારવા ચોક્કસ આવીશ. આપણે જ પાછા કહીએ કે આપણે વસ્તી વધારે છે એટલે વૃદ્ધાશ્રમો વધારે છે. હકીકતમાં તો આપણા મગજમાં ડબલ ઢોલકીવાળા વિચારો જ વધારે છે.

મેં ઘણીવાર જુદાજુદા ધર્મના લોકોને ધર્મ ઉપર ચર્ચા કરતા જોયા છે. દરેક વ્યક્તિ પોતાના ધર્મમાં થતી દરેક વિધિને સપોર્ટ કરે અને બીજા ધર્મની વિધિ પર આક્ષેપ. કોઈ પણ પોતાને પોતાના ધર્મને બે ઘડી ભૂલીને દલીલ ના કરે. આપણે જ્યારે ધર્મ ઉપર દલીલબાજી કરીએ છીએ ત્યારે સમજી જ લેવાનું કે આપણે પોતાના ખાલી આપના ધર્મ અને ધર્મ પુસ્તક વિશે જાણીએ જ છીએ હકીકતમાં આપણે એને ફોલોવ કર્યું જ નથી.

ખાલી એક વર્ષમાં તમે લીધેલા નિર્ણયો વિશે વિચારજો તો એમાંય કેટલીય વિભિન્નતા હશે. આપણને જ્યાં સ્વાર્થ અને ફાયદો દેખાય એ જ સાચું અને સારું માનીએ. અને જો કોઈ પોતાના નિયમો પર અચૂક રહે તો એને આપણે એરોગન્ટ છે કે બહુ ઇગોવાળો છે એમ કહી છોડી દઈએ. એનું કારણ એ જ છે કે સ્લેટમાં હવે પેલો એકડો ઘૂંટાવાનો બંધ થઈ ગયો છે અને એનું સ્થાન પેલા અહમના એકડાએ લઈ લીધું છે માત્ર પરિસ્થિતિ બદલીને...

અંતિમ સ્પર્શ:
કદીક પ્રગટાવુંને કદીક સળગાવું ફાનસ છું,
પરિસ્થિતિ મુજબ હું બદલાવું માણસ છું.
- નિશાંક મોદી

Saturday, September 15, 2018

I am an engineer

#happy_engineers_day
#Respect

I am an engineer😀

પહેલા વર્ષમાં ખ્યાલ જ ન હતો કે આપણે એડમિશન લીધું તું ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં, પણ વિષયો હતા ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, સિવિલ, મિકેનિકલ, મેથ્સ વગેરે વગેરે. આજ પરિસ્થિતિ બીજા ટેકનોલોજીવાળાને હતી કે જીવનમાં સિવિલ એન્જીનીયરને C, C++ ક્યાં કામમાં આવવાનું છે અને પહેલા વર્ષે વર્કશોપમાં ફાઇલિંગ, વેલ્ડીંગ, પ્લમ્બરિંગ કેમ કરવાનું....

સૌથી મજાની વાત કે કોઈને કહીએ કે IT માં છું એટલે પચાસ ટકા પબ્લિક તો પેલી ITI કુબેરનગર જ સમજે. એમને સાદી ભાષામાં સમજાવું પડે દોસ્ત કોમ્પ્યુટર એન્જીનીયર છીએ...તોય તકલીફ તો પડે જ કેમ કે થોડાક ભણેલા લોકો કોમ્પ્યુટર લઈ ઘરે આવી જાય અને કહે આનું મધરબોર્ડ બદલી આપોને. પછી થોડી વધારે ઇન્ફોર્મેશન આપવી પડે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી શું છે😀 હાર્ડવેર અને સૉફ્ટવેરમાં ફરક હોય.

એન્જીનીયરિંગ ઘણું બધું આપી ગયું, પરણ્યા પહેલાની એક ઝગારામારતી બેચલર ડીગ્રી, જોબ, સોસાયટીમાં ક્રેડિટ અને આ બધાથી ઉપર આવડત...જે ઘણી વખત ઘરના કામમાં જ ઉપયોગી બની રહે.

મને અને મારા જેવા કેટલાંય એન્જીનીયરને પોતાના કામ પર ગર્વ હશે કેમ કે કમાવવાનું અંતે આનાથી શક્ય બને છે. ધારત તો આ લેખ મોટો લખી શક્ત પણ એન્જીનીયર જે કઈ પણ કરે કાયમ ઓછું જ પડશે.

અંતિમ સ્પર્શ:
એક રાતમાં એક ચોપડી પુરી કરી દે,
દોસ્ત, એન્જીનીયર ધારે એ કરી દે.
- નિશાંક મોદી (B.E.I.T.) from one of the best engineering college (LDCE)