#Happy_Fathers_Day
No, I do not miss him, I always remember him & his words.
"સાઇકલના બે ટુકડા થઈ જાય તોય ઘરે રોતો ના આવતો" આ શબ્દો મારા નહિ મારા પપ્પા મને કહેતા. એ જાણતા હતા લાગણીસભર માણસો બહુ ઝડપથી તૂટી જાય. સ્વભાવના કારણે લાગણીઓ કંટ્રોલ કરવાનું તો ના બદલાવી શક્યા પણ મન મક્કમ કરી રડયા વગર ઉભા રહેતા શીખવી ગયા. એક હજાર રૂપિયાના મહિને પગારમાં છોકરાની જીદ આગળ નમી 600 રૂપિયાના રોકર્સ શૂઝ (પહેલા સ્પ્રિંગવાળા સ્પોર્ટ્સ બુટ) અપાવવાનું જીગર કદાચ મારી જોડે પણ નથી. હું ખૂબ નસીબદાર છું, જેમણે મારી પર નાની ઉંમરે બધી જવાબદારી સોંપીતી. એમણે પોતાની બધી પૈસા મિલકતની જવાબદારી મારી પર છોડી દેતા કહ્યું કે, "તને જેમ યોગ્ય લાગે એમ કર, મને તારા પર વિશ્વાસ છે." હું કહેતો તમારા નામે તો કંઈક રાખો તો કહેતા, 'અમારી તો તું જ મૂડી છે". જીવનના મુશ્કેલ સમય દરમ્યાન મેં એમને પૂછ્યું તું કે, "મેં કોઈને કદીય નુકશાન નથી કર્યું તો હું તકલીફમાં કેમ?" સ્વભાવે ખૂબ ઓછું બોલનાર મારા પિતા એક બ્રહ્માસ્ત્ર જેવું વાક્ય કહી ગયા જે જીવનમાં હજીય ખૂબ કામ લાગે છે, 'તપવું સોનાને પડે, પરીક્ષા સોનાની થાય, પિત્તળની નહિ" કામમાં નિષ્ઠાવાન, ઈમાનદાર, સારા કરતા સાચાનો થવાનો ને સાથ દેવાનો, જવાબદારીમાંથી છટકવાને બદલે જવાબદારી ઉપાડવાની અને આવા કેટલાય સારા ગુણો આપનાર મારા પિતાને કોટી કોટી નમન.
આવા કેટલાય અનુભવો લોકોને પોતાના જીવનકાળ દરમ્યાન થયા હશે પછી કદાચ એ કોઈ પિતા, પુત્ર, પુત્રી, કે ઘરના જમાઈ કે પુત્રવધુ હોઈ શકે. ગુજરાતીમાં એક કહેવત છે, "પાયાની ઈંટોને દેખાવું ન ગમે" આવી કેટલીય ઈંટો જેના થકી પૂરો સમાજ ટકેલો છે એમાં પિતાનો કિરદાર એવો છે જે ભાર સહન કરી વજન ઓછું દેખાડવાનો છે.
લેખ કે આત્મકથા ટૂંકાવી પડશે, કારણ પાંત્રીસ વર્ષના પિતા સાથે જોડાયેલી નાની મોટી વાતો, ઘટના, અનુભવો યાદ તો છે પર એક પોસ્ટમાં સમાવવું મુશ્કેલ છે અને વળી પાછી લાગણીઓ દરેકની જુદી જુદી હોય કે જ્યાં આપણો ઉત્સાહ કે ઉદાસીનતા દરેકને ના સ્પર્શે. ટૂંકમાં કહીએ તો, પિતા આકાશ જેમ અમાપ છે, આકાશ માટે કઈક લખવા માટે આખું આકાશ જોઈએ, એક કાગળ નહિ ચાલે....
અંતિમ સ્પર્શ:
नहीं समझ पाएंगे हम, की वो कितना बोझ ढोते है,
घर की कोई छत नही, पिता पूरा आसमान होते है।
- निशांक मोदी
No comments:
Post a Comment