અભણતરના અફસોસ સાથે પ્લાસ્ટિકની થેલીઓ વીણતા નવ-દસ વર્ષના છોકરાએ જ્યારે પૂછ્યું, "અંકલ, અંગ્રેજીમાં લખેલું છે એટલે ખ્યાલ નથી આવતું, તમે કહો ને આ હલકી પ્લાસ્ટિકની થેલીઓ કયા ડબ્બામાં નાખું લીલા કે વાદળી?"
એને તો જવાબ મળી ગયો. પણ ત્યાં જ એક લક્ઝુરિયસ કાર પસાર થઈ અને સ્કૂલ યુનિફોર્મ પહેરી બેઠેલા એક છોકરાએ વેફર્સનું ખાલી પેકેટ કારમાંથી બહાર ફેંક્યું. ત્યારે મને ભણતરનો અફસોસ થયો અને એક જવાબ ન મળ્યો કે કયો છોકરો સૂકો રહી ગયો અને કયો ભીનો?
- નિશાંક મોદી
No comments:
Post a Comment